AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારTV9 ગુજરાતી
આયુષ્માન અને માં કાર્ડ હેઠળ મળશે સારવાર, ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવાર થશે !
કોરોના ની મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધરાવતા ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનની સુનાવણીમાં સરકારે રજૂ કરેલા સોગંધનામામાં આ માહિતી આપી છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંધનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે. જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય. કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે નવેસરથી જાહેરહિતની અરજી નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ ધરી છે. હાઇકોર્ટ ની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરાયો છે. આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની સારવાર ગત 15મી એપ્રિલે સરકારે હાઇકોર્ટ માં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઇકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં COVID-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
0
અન્ય લેખો