AgroStar
આયાતી કૃષિ પેદાશો માટે નોન-જીએમ સર્ટિફિકેટ અનિવાર્ય !
કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
આયાતી કૃષિ પેદાશો માટે નોન-જીએમ સર્ટિફિકેટ અનિવાર્ય !
આગામી વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી, 2021ના રોજથી 24 જેટલા મુખ્ય ખાદ્ય પાકોના આયાતકારોએ પોતાનાં ઉત્પાદન ઉપર પાક જેનેટિકલી-મોડિફાઈડ નથી અને તે નોન-જીએમ મૂળ ધરાવે છે - એમ ફરજિયાતપણે જાહેર કરવું પડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ ફક્ત નોન-જીએમ ખાદ્ય પાકો દેશમાં પ્રવેશે તે સુનિશ્ચિત કરવા આ આદેશ જારી કર્યો છે.' 24 ખાદ્ય પાકોમાં સફરજન, રીંગણાં, મકાઈ, ઘઉં, તરબૂચ, પાઈનેપલ, પપૈયાં, જરદાળૂ, બટાટા, ચોખા, સોયાબીન, બીટ, શેરડી, ટામેટાં, શિમલા મરચાં, કોળું, અળસીનાં બીજ, કઠોળ અને ચિકોરી સામેલ છે.' પર્યાવરણવાદી જૂથોની ફરિયાદ હતી કે આયાતી ખાદ્ય પાકોમાં ઘણીવાર જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગાનિઝમ્સ (જીએમઓ) હોય છે. તેને પગલે એફએસએસઆઈએ આ પગલું લીધું છે. ઓથોરિટી જીએમ ફૂડ્સ ઉપર નિયમનો પણ ઘડી રહી છે. દરમ્યાન તાજેતરનો આદેશ ઈન્ટરીમ છે અને તેનાથી બંદરોએ આયાતી ખાદ્ય પાકોની સલામતિની ચકાસણી વધુ કડક બનશે તેવી ધારણા છે.' આદેશમાં ઓથોરિટીએ જણાવ્યું છે કે આ આયાતી ખાદ્ય પાકોનાં પ્રત્યેક કન્સાઈન્મેન્ટ સાથે નોન-જીએમ-ઓરિજિન-કમ-જીએમ-ફ્રી સર્ટિફિકેટ નિકાસ કરી રહેલા દેશની યોગ્ય રાષ્ટ્રીય ઓથોરિટી દ્વારા ઈસ્યુ કરાયેલું હોવું જરૂરી છે. આયાતકારોએ પ્રોડક્ટ નોન-જીએમ ઓરિજિનની છે તેમજ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગાનિઝમ ધરાવતી નથી અને જેનેટિકલી મોડિફાઈડ પણ નથી, તેવું જાહેર કરવું પડશે અને' આ આદેશના અમલીકરણ માટે એફએસએસએઆઈએ વ્યાપક પરીક્ષણ હાથ ધરવાં પડશે, જાગૃત નાગરિકોની મદદ પણ લેવી પડશે તેમજ શંકાસ્પદ જીએમ પાક સંબંધિત ફરિયાદો ઉપર કાર્યવાહી કરવી પડશે, એમ એલાયન્સ ફોર સસ્ટેઇનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રિકલ્ચરના કવિતા કુરુગન્તિએ જણાવ્યું હતું.' કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે આ અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ છે. મજબૂત લોબી ગ્રુપ્સ છતાં ઓથોરિટીએ આ નિર્ણય લીધો તે ખરેખર પ્રશંસનીય છે. આ યાદીમાં લગભગ તમામ મુખ્ય પાકો સામેલ છે.
સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
36
6
અન્ય લેખો