ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આબાંવાડીયામાં મધિયાનું વ્યવસ્થાપન !
👉 ગુજરાત ઉપરાંત પ. બંગાળ, મહારાષ્ટ્રા, ઉત્તર પ્રદેશ, કેરેલા, આન્ધ્ર પ્રદેશ, બિહાર અને હરિયાણા રાજ્યમાં મોટા પાયે આની ખેતી થાય છે. 👉 પ. બંગાળનું માલ્દા શહેર “મેન્ગો સીટી” તરીકે વખણાય છે. 👉 સીઝન દરમ્યાન ફળ માખી અને મધિયો એ પ્રમુખ જીવાત ઉત્પાદનને નામશેષ કરી નાંખે છે. 👉 મધિયાના પુખ્ત અને બચ્ચાં બન્ને નુકસાન કરે છે અને બન્ને ફાચર આકારના અને ખૂબ ઝડપથી દોડતા હોય છે. 👉 જીવાતની વસ્તિ થોડી ઘણી આખા વર્ષ દરમ્યાન હોય પણ મોર બેસવાના સમયે સંખ્યામાં એકાએક વધી જાય છે. 👉 માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં ઈંડાં મૂકાતા આ ભાગો સુકાઈ અને ખરી પડે છે. 👉 જીવાત કુમળા પાન તેમજ પુષ્પવિન્યાસ માંથી રસ ચૂસીને નુકસાન કરે છે. 👉 વધુ ઉ૫દ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે. 👉 વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડતી હોય છે. 👉 મધિયાના શરીરમાંથી ઝરતા રસને કારણે ઉપર કાળી ફૂગનો વિકાસ થતો હોય છે, જે પ્રકાશસંશ્લેષણ ક્રિયાને અવરોધે છે. 👉 આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે. 👉 બેઠુ પાણી મૂકવા કરતા ડ્રીપ સીસ્ટમથી પિયત આપવાથી જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. 👉 ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો રોગકારક ફૂગ મેટારાઈઝમ એનીસોપલી ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૬૦ ગ્રામ અથવા બુવેરિયા બેઝિયાના ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૬૦ ગ્રામ પ્રતિ ૧૫ લી પાણી પ્રમાણે અને લીમડા આધારિત તૈયાર દવાઓનો શરુઆતથી છંટકાવ કરી સંતોષકારક નિયંત્રણ મેળવી શકે છે. 👉 ઉપદ્રવ વખતે થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૦ મિલિ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ર.૮ ઈસી ૩ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 કેરીમાં રહી જતા દવાના અવશેષોને ધ્યાને રાખી છંટકાવ અને ઉતાર વચ્ચે યોગ્ય ગાળો રાખવો. દા.ત. ઇમિડાક્લોપ્રીડ માટે ૪૫ દિવસ છે જ્યારે ડેલ્ટામેથ્રીન માટે આ ગાળો ફક્ત એક જ દિવસ. એક આંબા માટે ૫ થી ૧૦ લી દવાના દ્રાવણની જરુર પડતી હોય છે. 👉 સારા છંટકાવ માટે ફૂટ કે ટ્રેક્ટર સ્પ્રેયર નો ઉપયોગ કરવો. 👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
8
સંબંધિત લેખ