સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આબાંમાં મેઢના નિયંત્રણ માટે હાલનો સમય છે ઉત્તમ !
👉 આબાંવાડીયા નજીક જામફળ, સરગવો,જાંબુ, દાડમ જેવા ઝાડ હોય તો ઉપદ્રવ વધારે રહે છે. 👉 પુખ્ત ઢાલિયા જૂન-જુલાઇમાં આંબાના પાન અને કુમળી ડાળી ખાતા હોય છે. 👉 માદા ઝાડના થડની તિરાડમાં એકલ-દોકલ ઈંડાં મૂંકે છે, જે સેવાતાં ઈયળ થડની છાલ કોરીને થડની અંદર ઉ૫રની બાજુએ કોરાણ કરી બોગદુ બનાવે છે. 👉 ઈયળ અવસ્થા ખૂબ લાંબી હોવાના કારણે શરૂઆતમાં ઉ૫દ્રવનો ખ્યાલ આવતો નથી. 👉 ઈયળ થડની અંદરના ભાગમાં કોરાણ કરતી હોવાથી વધારાના લાકડાનો વેર થડની બહાર નીકળેલો જોઈ શકાય છે. 👉 આ નીકળતા લાકડાના વેર ઉપરથી ઉ૫દ્રવનો ખ્યાલ આવી શકે છે. ➡️ એક થડમાં એક કે એકથી વધુ ઈયળો હોઇ શકે છે. ➡️ ઝાડની ડાળીઓ ઉ૫ર આવેલ પાન મુરઝાતા જોવા મળે છે અને આખરે ડાળી સુકાઈ જાય છે. ➡️ વધુ ઉ૫દ્રવ હોય તો સમય જતા આખુ ઝાડ સુકાઈ જાય છે. ➡️ આંબાવાડીયામાં નિયમિત મોજણી કરતા રહેવું. જેથી સમયસર ઉ૫દ્રવનો ખ્યાલ આવી શકે. ➡️ ઉ૫દ્રવિત થડમાં પાતળી લોખંડની સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્નકરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્નકરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી તેનો નાશ કરવો. 👉 ઈયળ ખૂબ જ ઉંડે સુધી દાખલ થઈ ગયેલ હોય તો અણીવાળા લોખંડના તાર (સાયકલનો તાર) થી ઈયળને થડની અંદર જ મારી નાંખવા માટે તાર ગોળ ગોળ ફેરવવો. 👉 મોનોક્રોટોફોસ ૩૬ એસસી ૨૦ મિલિ એક લિટર પાણીમાં અથવા બે ભાગ કાર્બન ડાયસલ્ફાઇડ અને એક ભાગ ક્લોરોફોર્મ ભેળવી તૈયાર કરેલ મિશ્રણને મોટા ઇન્જેકશન (વેટરનરી ડોક્ટર વાપરે છે તે)ની મદદથી કાણાંમા દાખલ કરવું. અથવા એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ (હાલ પાઉચમાં ઉપલબ્ધ છે) પાવડર કાણાંમાં નાંખ્યા બાદ કાણાંને ભીની માટી અથવા છાણથી બંધ કરી દેવું. 👉 ઉપરોક્ત રાસાયણિક દવાનોની જગ્યાએ બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહીઝમ કે બ્યુવેરિયા વાપરી શકાય. 👉 જૂન-જૂલાઇમાં કોઇ પણ લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. ➡️ ચોમાસા દરમ્યાન એકાદ લાઇટ ટ્રેપ મૂંકવું. ➡️ વાડીમાં સુકાઇ ગયેલા ઝાડ ખોદી કાઢી નાશ કરવા. ➡️ કોઈ૫ણ સંજોગોમાં કેરોસીનનો ઉ૫યોગ કરવો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5
અન્ય લેખો