AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આબાંમાં મધિયાનું સંકલિત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આબાંમાં મધિયાનું સંકલિત વ્યવસ્થાપન
• પુખ્ત અને બચ્ચાં ફાચર આકારના અને ખૂબ ઝડપથી દોડતા હોય છે. • મોર બેસવાના સમયે મધિયાની સંખ્યા એકાએક વધી જાય છે. • માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં ઈંડાં મૂકતા કુમળા ભાગો સુકાઈ અને ખરી પડે છે. • બચ્ચાં અને પુખ્ત કીટક કુમળા પાન તેમજ પુષ્પવિન્યાસ માંથી રસ ચૂસીને નુકસાન કરે છે. • વધુ ઉ૫દ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે. • વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડતી હોય છે. • મધિયાના શરીરમાંથી ઝરતા રસને કારણે ઉપર કાળી ફૂગનો વિકાસ થતો હોય છે, જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. • ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે. • બેઠુ પાણી મૂકવા કરતા ડ્રીપ સીસ્ટીમથી પિયત આપવાથી જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. • બિવેરીયા બેઝીયાના અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ આધારિત ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે અથવા લીમડા આધારિત દવાઓનો ઉપદ્રવની શરુઆતે છંટકાવ કરવો. • બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૦ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ર.૮ ઈસી ૩ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. • દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
173
0
અન્ય લેખો