એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આપની ડાંગરની કંટી સફેદ થઇ જાય છે?
👉 હાલ મોટાભાગની ડાંગરમાં કંટી નીકળી આવી હશે.
👉 આ સમયે જો ગાભમારાની ઇયળનો ઉપદ્રવ થાય તો કંટીને મળતો ખોરાકનો પૂરવઠો ખોરવાતા કંટી સુકાઇ જઇ સફેદ થઇ જાય જેને ખેડૂતો સફેદ પીછીંનો રોગ તરીકે પણ ઓળખે છે.
👉 આ જીવાતના નિયંત્રણ માટે જંતુંનાશકોની પસંદગી વખતે ખાસ ધ્યાન રાખી જે દવા થોડા દિવસો સુધી જ તેના અવશેષો રહે તેવી પસંદગી કરવી નહિતર દાણામાં રહી જતા અવશેષો સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા બને છે.
👉 આ પરિપક્વ અવસ્થાએ નુકસાન ૧૦ ટકા કરતા વધારે જણાય તો જ દવાકીય પગલાં લેવા.
👉 જો ૧૦ ટકા કરતા વધારે નુકસાન હોય તો કોઇ પણ દાણાદાર દવા કે જે જમીનમાં આપી શકાય તે જ પસંદ કરવી દા.ત. કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪ જી અથવા ફિપ્રોનીલ ૦.૩ જીઆર ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.