સમાચારABP ગુજરાતી
આધાર કાર્ડમાં સુધારો કરો હવે ગુજરાતી ભાષામાં સરળ રીતે !
💳 આજકાલ સૌથી મોટો પુરાવો આધાર કાર્ડ બની ગયુ છે, તમારી પાસે જેટલા પણ ડૉક્યૂમેન્ટ્સ છે તેમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, કેમકે તેમાં ઓળખ અને સરનામુ સહિતના તમામ પ્રૂફ એકમાં જ સામેલ કરવામાં આવ્યા છે. આધાર કાર્ડમાં આપણુ નામ, સરનામું, જન્મ તારીખ અને UIDAI દ્વારા જારી કરાયેલ અનન્ય નંબરની બાયૉમેટ્રિક માહિતી હોય છે. અન્ય પુરાવાઓની જેમ આધાર કાર્ડ પણ અંગ્રેજી ભાષામાં હોય છે, પરંતુ જો તમે તમારી લૉકલ લેંગ્વેજમાં કરાવવા માંગતા હોય તો તમે આસાનીથી તેને કરી શકો છો. કેમકે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુવિધા પહેલાથી જ આપી છે, આધાર જનરેટ કરવાની સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. તે આધાર કાર્ડ ઇશ્યૂ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી પ્રાદેશિક ભાષાઓમાં આધાર કાર્ડ બનાવવા માંગો છો, તો જાણી લો તેના માટે શું કરવુ પડશે. 💳 આ છે સૌથી સરળ રીત: આ માટે તમારે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે, અને અહીં તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર ભરવો પડશે. 💳 હવે તમારે OTP પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે. આ પછી, તમારે અહીં મોબાઇલ પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે. 💳 OTP દાખલ કર્યા પછી તમે અહીં જોશો કે તમામ વસ્તી વિષયક ડેટા અહીં રહે છે. આવી સ્થિતિમાં, અહીં તમારે તમારી પસંદગીની પ્રાદેશિક ભાષા પસંદ કરવી પડશે. આ પછી પોપઅપમાં ડેમોગ્રાફિક્સને પહેલા અપડેટ કરવાનું રહેશે અને પછી સબમિટ કરવું પડશે. હવે તમારા મોબાઈલ પર ફરીથી OTP આવશે, તેને એન્ટર કરો. 💳 હવે તમારે આ માટે 50 રૂપિયાની ફી જમા કરવાની રહેશે અને તે પછી આધારમાં ભાષા બદલવાની વિનંતી સબમિટ કરવામાં આવશે. તેને બદલવામાં લગભગ એકથી ત્રણ અઠવાડિયા લાગે છે. તે જ સમયે, સમય પૂરો થયા પછી, તમે અપડેટ કરેલ આધાર ડાઉનલોડ કરી શકો છો. 💳 તમે આધાર કાર્ડ વિવિધ ભાષોમાં પણ મેળવી શકો છો. સંદર્ભ : ABP ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
9
અન્ય લેખો