સમાચારએગ્રોસ્ટાર
આધાર કાર્ડમાં ભૂલથી પણ ના કરતા છેડછાડ બાકી ભરવો પડશે દંડ !!
📢 આધાર કાર્ડ સાથે ભૂલથી પણ કર્યુ આ કામ તો ભરવો પડશે એક કરોડ સુધીનો દંડ, થઈ શકે છે જેલ
👉ભારતમાં રહેતા તમામ લોકો માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આધાર વિના બાળકોને સ્કુલ એડમિશનથી લઈને નોકરી મેળવવા સુધી તકલીફ પડે છે. આધાર કાર્ડ પર તમારું નામ, જન્મ તારીખ અને આધાર નંબર જેવી માહિતી લખેલી હોય છે. આધાર કાર્ડ પર બાયોમેટ્રિક ડેટા પણ ઉપલબ્ધ હોય છે. ત્યારે બીજી તરફ દેશમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જોકે આધાર નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડ અથવા જેલ પણ થઈ શકે છે.
👉વર્ષ ૨૦૨૧માં સરકારે રજૂ કર્યો હતો આ ખાસ નિયમ :-
સરકારે ૨ નવેમ્બર, ૨૦૨૧ UIDAI નિયમ, ૨૦૨૧ રજૂ કર્યો હતો. UIDAI નિયમોના અધિનિયમિત કરવાવાળા કાયદાને વર્ષ ૨૦૧૯ માં જારી કરવામાં આવ્યો હતો. તેના હેઠળ આધાર નંબર જારી કરનાર સંસ્થા UIDAI કોઈ અનઑથોરાઇઝ્ડ એક્સેસ અથવા તેના નિર્દેશોના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો ગુનેગારને જેલ અથવા દંડ થઈ શકે છે. UIDAI દ્વારા નિયુક્ત એડજસ્ટિકેટિંગ ઓફિસર એવા કેસો સંભાળશે. જો કોઈ સંસ્થા તે હેઠળ કોઈ સંસ્થા આ પ્રકારના કેસમાં ગુનેગાર સાબિત થશે, તો તેના પર ૧ કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે.
👉૩ વર્ષની જેલ થઈ શકે છે :-
આ સિવાય UIDAI નકલી વસ્તી વિષયક અથવા બાયોમેટ્રિક માહિતીનો દુરુપયોગ અથવા નકલી નકલો બનાવવા બદલ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને ૩ વર્ષની જેલની સજા કરી શકે છે
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.