AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આટલું અવશ્ય કરશો, કપાસની છેલ્લી વિણી પછી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આટલું અવશ્ય કરશો, કપાસની છેલ્લી વિણી પછી
નમસ્કાર ખેડૂતભાઈઓ કપાસમાં છેલ્લી વીણી લીધા પછી શું કરવું તેના વિશે આજે આપને ચર્ચા કરીશું. > ખેડૂતો માટે:  ખેડૂતો આ મહિના અંતે છેલ્લી વિણી લઇ અન્ય શિયાળુ પાક તરફ વળતા હોય છે.  ગુલાબી ઇયળનો પ્રકોપ ડિસેમ્બર પછી વધતો હોવાથી પાકનો અંત લાવવો જરૂરી છે.  પિયત આપી-આપીને પાકને લંબાવવાની લાલચમાં ગુલાબી ઇયળનો અસાધારણ વધારો થતો હોય છે અને અંતે આપણે જ ભોગવાનો વારો આવે છે.  કેટલાક ખેડૂતો માર્ચ-એપ્રીલ સુધી પાક લંબાવતા હોવાથી ગુલાબી ઇયળનો જીવનક્રમ એકધારો રહેવાથી આવતા વર્ષના કપાસ માટે એક ખતરો ઉભો કરતા હોય છે.  કપાસમાં છેલ્લે અપાતુ પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો.  કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ-કળી-જીંડવા ભેગા કરી સેન્દ્રિય ખાતર બનાવો.  કરાંઠીઓનો ઢગલો શેઢા-પાળા ઉપર ન કરતા તેનો ઉપયોગ સેદ્નિય ખાતર બનાવવા માટે કરો.  કરાઠીઓનો ઢગલો કરેલ હોય તો તેને ગ્રીન નેટથી ઢાંકી તેમા એક ગુલાબી ઈયળનું ટ્રેપ મૂંકો.  કરાંઠીનો ઉપયોગ વેલાવાળા શાકભાજી ચઢાવવા માટે ટેકા તરીકે ઉપયોગ ન કરો, કરજણ વિસ્તારના ખેડૂતો કંકોડા ચઢાવવા માટે કરતા હોય છે.  છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટાં-બકરાં તથા ઢોરને ચરવા છુટ્ટા મૂંકી દો.  પાક પૂર્ણ થતાં તેના અવશેષો શ્રેડરથી ભૂકો/ટૂકડાં કરી પોતાના માટે સેન્દ્રિય ખાતર બનાવો.  કપાસનો સંગ્રહ કરતા તેને સારા ભાવ હોય તો વેચાણ કરી દો, ઘરમાં સંગ્રહ કરેલ કપાસમાં ગુલાબી ઇયળનું એક ફેરોમોન ટ્રેપ ગોઠવી રાખો. > જીનીંગ ફેક્ટરી માટે :-  આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરુ કરો.  જીનમાં પડી રહેલ કચરાનો સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરો.  ફેક્ટરીમાં અને તેની આસપાસના ખેતરોમાં ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ્સ છેક મે મહિના સુધી ચાલુ રાખવા હિતાવહ છે.  ફેક્ટરીના કંમ્પાઉન્ડમાં ઉગી નીકળતા કપાસના છોડવાઓનો નિયમીત નિકાલ કરતા રહો.  જીનીંગ દરમ્યાન નુકસાન પામેલ કપાસિયાં/બી ખાડો કરી દાટી દો અથવા સેંદ્રિય ખાતર બનાવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
22
1
અન્ય લેખો