AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ થી ખેડૂતો ને સહાય ! નવરાત્રી શરૂઆત માં આવ્યા સારા સમાચાર !
કૃષિ વાર્તાઅકિલા ન્યુઝ
આજ થી ખેડૂતો ને સહાય ! નવરાત્રી શરૂઆત માં આવ્યા સારા સમાચાર !
રાજ્ય સરકારે ચોમાસાના ઉતરાર્ધમાં પડેલ વધુ વરસાદથી ખેડૂતોને વાવેતરમાં થયેલ નુકસાનના વળતર પેટે રૂ. 3700 કરોડનું પેકેજ જાહેર કરેલ. ખેડૂતોને નુકસાનીનો સર્વે પૂરો થઇ ગયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઇચ્છા મુજબ આજે પહેલા નોરતાથી ખેડૂતોના ખાતામાં સહાયના નાણા જમા થવા લાગશે. આર.ટી.જી.એસ.થી એક ડગલુ આગળ વધીને પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમથી ચૂકવણુ થશે. રાજ્યના કૃષિ અને સહકાર ખાતાના સચિવશ્રી મનીષ ભારદ્વાજએ આજે વાતચીતમાં જણાવેલ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ જાહેર કરેલ અતિવૃષ્ટિ સહાય પેકેજમાં 20 જિલ્લાઓના 123 તાલુકાઓના 7900 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. સર્વ લગભગ પૂરો થઇ ગયો છે.27 લાખ જેટલા ખેડૂતોને રૂ. 5 હજારથી 20 હજાર સુધીની સહાય મળવાપાત્ર હોવાનો અંદાજ છે. સહાય મેળવવા ઓનલાઇન અરજીઓ મંગાવાતા આજ સુધીમાં 12 લાખ ખેડૂતોની અરજીઓ આવી છે. જેમાંથી ૧ લાખ ખેડૂતોની અરજીઓ મંજૂર થઇ ગઇ છે. બાકીની અરજીઓની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. અરજીઓ સ્વીકારવાનું પણ ચાલુ છે. શ્રી ભારદ્વાજે જણાવેલ કે, ખેડૂતોને નાણાચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી અને ક્ષતિરહિત બનાવવા માટે પી.એમ એસ.નો અમલ કરાયો છે. કેન્દ્રની મંજૂરી મળી છે. ગુજરાતમાં મોટાપાયે નાણા ચુકવવા પ્રથમ વખત આ પધ્યતિ અમલમાં આવી છે. ઓકટોબર અંત સુધીમાં આવેલ તમામ અરજીઓની ચકાસણી કરી ખેડૂતોને મળવાપાત્ર સહાય ચુકવી દેવાની ગણતરી છે. સંદર્ભ: અકિલા ન્યુઝ, 16 ઓક્ટોબર 2020 કૃષિ સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
63
6
અન્ય લેખો