AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજની હવામાન વિભાગની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આજની હવામાન વિભાગની આગાહી
🌧️હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજે મંગળવારે કોઇપણ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવી નથી. જ્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ., અમરેલી, પોરબંદર, ગીરસોમનાથ, દીવ, જુનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. સાબરકાંઠા, અરાવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 🌧️બુધવારે કોઇપણ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવી નથી. જ્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ., અમરેલી, પોરબંદર, ગીરસોમનાથ, દીવ, જુનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. સાબરકાંઠા, અરાવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 🌧️ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. 🌧️આ સાથે તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યુ કે, હાલ સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ પર જ બનેલી છે. આ સિસ્ટમ આગળના બેથી ત્રણ દિવસ રહેવાની શક્યતા છે.ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં કુલ વરસાદ 284 એમએમ નોંધાયો છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
55
0