AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજની મહિલા અનેક ક્ષેત્રે પોતાની ઓળખ આ રીતે ઉભી કરી !
સફળતાની વાર્તાન્યુઝ 18 ગુજરાતી
આજની મહિલા અનેક ક્ષેત્રે પોતાની ઓળખ આ રીતે ઉભી કરી !
જીવામૃત પોતાની જમીનમાં નાખે છે જેને લઇ જમીનની ફળદ્રુપતામાં ખુબ વધારો થાય છે. આજની મહિલા અનેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે પછી બિઝનેસ હોય કે નોકરી પોતે અનેક સિધ્ધિ હાંસલ કરી રહી છે. હાલ ખેતી અને પશુપાલનમાં પણ મહિલા પોતાની કોઠા સૂઝથી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી વર્ષે હજારો નહિ પણ લાખો રૂપિયાની કરી રહી છે. જૂનાગઢ જિલાના વંથલી તાલુકાના કોયલી ગામની મહિલા ભાવના ત્રાંબડીયા પોતાની 10 વીઘા ખેતરની જમીનમાં ઓર્ગેનિક ખતારથી જ ખેતી કરી છે. તેઓ એક પણ રાસાયણિક દવાનો ઉપયોગ વિના તેમની જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. હાલ તેના ખેતરના એક વીઘામાં શાકભાજી ઉગાડી અને તેને જૂનાગઢ લાવી વહેંચે છે. તેમને અન્યોને શાકભાજીના ભાવ મળે છે તેના કરતા બમણા ભાવ મળે છે આ મહિલા પોતાની રીતે જીવામૃત બનાવે છે અને તેને વેચે પણ છે. જીવામૃત પોતાની જમીનમાં નાખે છે જેને લઇ જમીનની ફળદ્રુપતામાં ખુબ વધારો થાય છે. ઘન અને પ્રવાહી જીવામૃત ખેડૂતો અહીંથી લઇ જાય છે અને તેનો સારો ભાવ પણ આ મહિલાને મળે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂતોને અનેક ખેતી લક્ષી તાલીમ અને કાર્યશાળા યોજવામાં આવે છે અને ખેતીને લગતી નવી ટેકનીક વિષે જાણકારી આપવામાં આવે છે. કોયલીની આ મહિલા પણ કૃષિ યુનિવર્સીટીની ગાઈડ લાઈન પ્રમાણે ઓર્ગેનિક ખેતી પાંચ વર્ષ પહેલા શરુ કરી હતી અને આજે તેને ખુબ સારું પરિણામ મળ્યું છે. કોયલીના ખેડૂત, ભાવના ત્રાંબડીયાના જણાવ્યા પ્રમાણે, હાલ સમયમાં રાસાયણિક દવાનો ઉપયોગ બંધ થવો ઓછો કરવો તે જરૂરી બન્યો છે અને જો ખેતી બચાવવી હશે તો ઓર્ગેનિક ખેતી એક જ ઉપાય છે. આ મહિલા પાસે હાલ 37 ગયો છે અને તેના દૂધનું વેચાણ કરી પણ આવક મેળવે છે સાથે ગૌમૂત્ર તેના છાણની વિવિધ પ્રોડકટ બનાવી પોતે રોજગારી મેળવી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6
અન્ય લેખો