AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીOnly You
આગાહી, જૂનના અંતમાં મેધ મચાવશે તાંડવ, તરબોળ થઈ જશે ગુજરાત !
🌧 ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે. એવામાં આગાહીકર્તા અંબાલાલ પટેલે કહ્યું કે 25 જૂનથી 3 જુલાઇ સુધી ગુજરાતમાં વાવણીલાયક વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ વરસશે. 🌧 ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે. 🌧 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સંદર્ભ : Only you. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
45
4