AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી 5 દિવસ રહેશે ભારે ! વાવાઝોડા સાથે થશે વરસાદ !
મોન્સૂન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
આગામી 5 દિવસ રહેશે ભારે ! વાવાઝોડા સાથે થશે વરસાદ !
ચૈત્ર માસમાં તીવ્ર ગરમી વચ્ચે આજે અમદાવાદમાં રાજયનું સૌથી ઉંચું તાપમાન ૪૨.૩ ડિગ્રી નોંધાયું હતું. હજુ આગામી ચાર થી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગામી એક બે દિવસમાં રાજ્યના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસશે તેમજ ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અરબી સમુદ્રની ઉપર ઉત્તર - પૂર્વ દિશામાં સાયક્લોનિક સરક્યુરેશન સર્જાયું છે. જેની અસર તળે આગામી પાંચ દિવસની આગાહી હવામાન ખાતાએ કરી છે. જેમાં ત્રીજા દિવસે એટલે કે તા .૯ થી ૧૦ ની વચ્ચે રાજ્યના બનાસકાંઠા, ડાંગ , તાપી , જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે . તેમજ ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે . દરમિયાન આજે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે અમદાવાદમાં ૪૨.૩ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આંશિક લોકડાઉનની અસર અને ગરમીના કારણે બપોરના સમયે માર્ગો પર વાહન વ્યવહાર પણ પાંખો જોવા મળ્યો હતો. કોરોનાના ડરથી લોકોએ પણ આવી ગરમીમાં બહાર નીકળવાનું ટાળ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. અહીં ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું . તેના કારણે બપોરે બળબળતી લૂનો સામનો લોકોએ કરવો પડયો હતો . રાજ્યના ૯ શહેરોમાં ૪૧ ડિગ્રી કે તેથી ઉંચું તાપમાન નોંધાયું હતું . હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમીનો આવો માહોલ યથાવત જળવાઈ રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
41
5