AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી 5 દિવસ ગુજરાતના કયા શહેરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે? હવામાન વિભાગની મોટી આગાહી
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
આગામી 5 દિવસ ગુજરાતના કયા શહેરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે? હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. જેના કારણે 10મી અને 11 મી જૂને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે રાજ્યમાં વર્તાવા લાગી છે. જેના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડશે. ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, તેવી રીતે પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે._x000D_ _x000D_ હવામાન વિભાગના મતે, 10મી અને 11મી જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હળવુ દબાણ સર્જાતા આગામી 48 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે. હાલ હવામાન વિભાગના અધિકારીઓ રાજ્યના વાતાવરણ સહિત બીજા અનેક પેરામીટર ઉપર મોનટરિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે._x000D_
સંદર્ભ: સંદેશ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
116
0
અન્ય લેખો