AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી દિવસોમાં હવામાન બનશે ખતરનાક, જાણો આગાહી !
હવામાન ની જાણકારીસંદેશ
આગામી દિવસોમાં હવામાન બનશે ખતરનાક, જાણો આગાહી !
☁ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઊભું થશે જેની વિપરીત હવામાનની અસર ઊભા કૃષિ પાક પર થશે. 🌡 તા. 14થી 17 ફેબ્રુઆરીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. જેના લીધે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના સમયે ઠંડી રહેશે અને ઝાંકળ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન હજુ પણ 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. 📢 ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સવારે ઠંડીની શક્યતાઓ રહેશે. બેવડી મિશ્રા ઋતુનો દોર લાંબો સમય સુધી ચાલતો રહેશે. તા. 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના પશ્ચિમ ભાગો કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ અન્ય ભાગો પર વાદળો આવવાની શક્યતાઓ રહેશે. વિપરીત હવામાનની વિષમ અસરો ઊભા કૃષિ પાકો પર થતી હોય છે. તા. 19 બાદ ધીરે ધીરે ગરમી વધતા ઉનાળુ પાકોના વાવેતર માટે હવામાનની આ સ્થિતિ સહાનુકુળ થતી રહેશે. 🌧 ગુજરાતમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતાઓ ફેબ્રુઆરી કરતાં વધુ રહેશે. કમોસમી વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રમાં 14 માર્ચથી 31 માર્ચ વચ્ચે હવામાનમાં ઘણા પલટા આવી શકે છે. સંદર્ભ : સંદેશ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
6