AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી દિવસોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો,જાણો ખેતી માટે આદર્શ હવામાન !
હવામાન ની જાણકારીન્યૂઝ18 ગુજરાતી
આગામી દિવસોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો,જાણો ખેતી માટે આદર્શ હવામાન !
☁️ આ વર્ષે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. આ વખતે દિવાળીનાં તહેવારોની પહેલાના દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. જો શિયાળું પવન ઉત્તર અને ઈશાનમાંથી આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે. આસો માસમાં શિયાળો વહેલો વળે તેમ કઠોળના પાકને ફાયદો કરે છે. ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરે છે. દિવાળી પછી સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર આવતું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સારી રીતે થતી હોય છે. ☁️ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, દેશ તેમજ રાજ્યના ભાગોમાં વિશિષ્ટ હવામાનની સ્થિતિના લીધે સાગરકાંઠે ભારે ચક્રવાતો પણ ફૂંકાવાની શક્યતા રહે. હાલમાં થતા ચક્રવાતોની અસર દેશના પૂર્વીય ભાગો પર રહી શકે. નવેમ્બર તા.2 થી 5માં પશ્ચિમી વિક્ષેપના લીધે તેમજ અરબ સાગરના ભેજના લીધે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે. કોઈ કોઈ ભાગોમાં સામાન્ય માવઠાં થઈ શકે. નવેમ્બર મધ્યમાં ઉત્પન્ન થતા ચક્રવાતો મારફાડ રહે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આવી શાનદાર ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો અને અન્ય મિત્રો ને શેર કરો.
23
6