AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લા ખાસ રાખે ધ્યાન !
મોન્સૂન સમાચારZee News
આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લા ખાસ રાખે ધ્યાન !
બે દિવસ પહેલા ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આવેલા ગુલાબ વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. રાજ્ય માટે આગામી કલાક ખુબ મહત્વના છે. રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ પણ થઈ ગઈ છે. અનેક જગ્યાએ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ ગુલાબ વાવાઝોડાની જ પોસ્ટ ઈફેક્ટ છે. સાથે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. 30 સપ્ટેમ્બર એટલે કે ગુરૂવારે રાજ્યમાં 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો રાજ્યના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો આનંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓક્ટોબરની આગાહી રાજ્યમાં 1 ઓક્ટોબરે પણ વાવાઝોડાની અસર જોવા મળશે. એટલે કે શુક્રવારે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 45-65 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. તો આ દરમિયાન દરિયામાં પણ ભારે મોજા ઉછળતા જોવા મળી શકે છે. નોંધ : - તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસથી સંદેશ પાઠવશો - તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો - જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે - રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. - સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. - અફવાઓ પર ધ્યાન ન આપો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5
અન્ય લેખો