AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઈએમડીએ 13 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી આપી
કૃષિ વાર્તાબિઝનેસ સ્ટાન્ડર્ડ
આઈએમડીએ 13 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી આપી
આસામ,મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા પ્રદેશો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે આખા દેશના ઓછામાંઓછા 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગડગડાટ, કરા અને ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે, ગૃહમંત્રાલયે જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના છૂટાછવાયા ભાગોમાં ગડગડાટ અને કરા સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે જયારે સોમવારે ઉત્તરાખંડ અને પંજાબના છૂટાછવાયા ભાગોમાં તોફાની પવન સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.
આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં સોમવારે ભારે વરસાદની સંભાવના છે, રવિવારે ભારતીય હવામાન વિભાગના સલાહકાર દ્વારા જણાવતા ગૃહમંત્રાલયે જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા,ચંદીગઢ , દિલ્હી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના છૂટાછવાયા ભાગોમાં તોફાની પવન સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. પશ્ચિમી રાજસ્થાનનાં કેટલાક ભાગોમાં ધૂળ સાથે વાવાઝોડું અને ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે, અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પાછલા સપ્તાહમાં પાંચ રાજ્યોમાં ધૂળ સાથે વાવાઝોડાં અને ગાજવીજ સાથે વાવાઝોડાના કારણે ઓછામાંઓછા 124 લોકો મૃત્યુ પામ્યા અને 300થી વધુ ઈજાગ્રસ્થ થયા હતા. સ્ત્રોત- બિઝનેસ સ્ટાન્ડર્ડ
14
0