AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઇએમડી 2020 સુધીમાં 660 જિલ્લાઓમાં સ્થાનિક હવામાનની માહિતી પૂરી પાડશે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
આઇએમડી 2020 સુધીમાં 660 જિલ્લાઓમાં સ્થાનિક હવામાનની માહિતી પૂરી પાડશે
ભારતનો હવામાન વિભાગ (આઇએમડી) 2020 સુધીમાં દેશના 660 જિલ્લામાંના બધાં જ 6500 બ્લોક સુધી સ્થાનિક હવામાનની આગાહી પહોંચાડી શકે તે માટે અવિરત ગતિએ કામ કરી રહ્યું છે જેથી લગભગ 9.5 કરોડ ખેડૂતોને હવામાનની અનિયમિત પ્રકૃતિને પહોંચી વળવામાં મદદ કરશે.
જો કે સૌથી વધુ પડકારરૂપ કાર્ય, હવામાનની આગાહીની ચોકસાઇ વધારવાનું અને એગ્રોમેટ સલાહકારી સેવાઓ(એએએસ)ને વધુ ઉપયોગી અને વપરાશ કર્તા માટે સરળ બનાવવું છે. હાલ આઇએમડી હવામાનની સલાહકારી જાણકારી જિલ્લા સ્તરે પૂરી પાડી રહ્યું છે. હવામાનની આગાહી અને બ્લોક-સ્તરે એએએસ સેવાઓને વિસ્તારવા 2018માં તેણે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) સાથે જોડાણ કર્યું. હવામાન આધારિત સલાહકારો માટે આઇએમડી પાસે 130 જિલ્લા સ્તરના એગ્રોમેટ ક્ષેત્ર એકમોનું માળખું(નેટવર્ક) છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકેએસ) ખાતે ‘ગ્રામિણ કૃષિ મોસમ સેવા’ હેઠળ દેશમાં વધુ 530 જિલ્લાઓમાં આવા એકમો સ્થાપવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, એસએમએસ અને એમકિસાન પોર્ટર દ્વારા 4 કરોડ ખેડૂતો જિલ્લા સ્તરે હવામાન ખાતાની આગાહી મેળવી રહ્યા છે. 2020 સુધીમાં, બ્લોક-સ્તરની સર્વિસને વિસ્તારી 9.5 કરોડ ખેડૂતો આવરી લેવાનું લક્ષ્ય છે. સ્ત્રોત : આઉટલુક એગ્રીકલ્ચર 23 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
46
0