સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આંબા માં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો અને જરૂરી માવજત !
આંબા માં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો અને જરૂરી માવજત ! આંબાના પાક ઉપર સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોની સારી અસરો જોવા મળે છે. બંને મુખ્ય અને ગૌણ પોષક તત્વો આંબામાં વૃદ્ધિ અને ઉત્પાદન પર અસર કરે છે. ઝાડની ઉંમર પ્રમાણે તત્વોની જરૂરીયાત બદલાથી રહે છે. તેથી નીચે પ્રમાણે / ખાતરો / ઝાડ દીઠ આપવા. છોડનું આયુષ્ય (વર્ષ)  છાણીયું ખાતર (કિ.ગ્રા) યુરીયા (ગ્રામ.) સુપર ફોસ્ફેટ (ગ્રામ.) મ્યુરેટ ઓફ પોટાશ પોટાશ (ગ્રામ.) 1 10 165  100 125 2 20 330 200 250 3 30 495 300 375 4 40 655 400 500 5 કે તેથી વધુ 50 820 500 625   👉 પુરેપુરુ છાણિયું ખાતર, અડધુ યુરીયા તેમજ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશનો પુરેપુરો જથ્થો ચોમાસુ શરૂ થતાં પહેલા જુન માસમાં આપવો. બાકીનો અડધા યુરીયાનો જથ્થો ફેબ્રુઆરી-માર્ચ માં કેરી લખોટા જેવડી કદની થાય ત્યારે આપી એક હળવું પિયત આપવું.  👉 પિયતની સગવડતા ન હોય તો પુરે પુરો ખાતરનો જથ્થો ચોમાસામાં આપવો.  👉 ઉપરોકત ખાતરોની અસરકારકતા મૂળ વિસ્તારમાં વધારે હોય છે. એટલે કે ઝાડનાં ફેલાવાની નીચે જમીનમાં ર૦ થી ૩૦ સે.મી. ઉંડાઈ સુધીમાં સક્રિય મૂળ આવેલા હોય છે. એટલે થડ થી ૧.પ થી ર.૦ મીટરનાં અંતરે ર૦ થી ૩૦ સે.મી ઉંડી અને ૩૦ થી ૪૦ સે.મી પહોળી રીંગ બનાવી તેમાં ખાતરો આપી રીંગ માટીથી ઢાંકી દેવી જોઈએ.  👉 0.25% મેગ્નેશીયમ સલ્ફેટ, 0.2% બોરીક એસીડ ફુલો આવવાની શરૂઆત થાય તે સમયે છંટકાવ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને ફળોની ગુણવત્તા સુધરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે  ક્લિક કરો.  સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,  આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
25
અન્ય લેખો