AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આંબા માં મધિયો અને તેનું નિયંત્રણ !
🥭 આંબાવાડીમાં વધુમાં વધુ નુકસાન કરતી જીવાત છે. તેના બચ્ચાં અને પુખ્ત કીટકો આંબામાં મોર ફૂટવાની શરૂઆત થાય ત્યારે મોરની ડાળીઓ અને ફૂલોમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવિત ફૂલો ચીમળાઈને ખરી પડે છે. જેનાથી ઉત્પાદન ઉપર અસર પડે છે. આ કીટક પોતાના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ કરે છે તે પાન પર પડતાં તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે. 🥭આ ફૂગના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. કૂમળા ભાગમાં નુકસાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે. 🥭ચોમાસાની ઋતુમાં પુખ્ત કીટકો સુષુપ્તાવસ્થામાં થડની છાલની તિરાડોમાં સંતાઈ રહે છે. આ કીટક પાણી ભરાઈ રહેતું હોય તેવા આંબાવાડીયામાં વધુ જોવા મળે છે. નિયંત્રણ : 👉 આ કીટક જો ઉપદ્રવ વધુ નુકસાન હોય તો ઈમીડાકલોપ્રીડ 17.8 % SL 50 મિલિ અથવા થાયોમેથોકઝામ 25% WG 40 ગ્રામ અથવા એસીટામીપ્રીડ 20 SP 100 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આંબાનો મધિયો અને થ્રિપ્સ જીવાતના જૈવિક નિયંત્રણ માટે બિવેરીયા બેઝીયાના અથવા વર્ટીસીલીયમ લેકાની 400 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
6
અન્ય લેખો