AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબા માં ભૂકી છારો અને તેનું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આંબા માં ભૂકી છારો અને તેનું નિયંત્રણ !
🥭 આ રોગ ફૂગથી થાય છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી શરૂઆત થઇ ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ છારી જોવા મળે છે જે પાછળથી બદામી રંગની થાય છે. આ રોગના આક્રમણથી ફલિનિકરણ થાય તે પહેલા અથવા તે પછી કુમળો મોર ખરી પડે છે. નિયંત્રણ : 🥭 આંબામાં ભૂકી છારાના અસરકારક નિયંત્રણ માટે મોર નિકળ્યાની શરૂઆત થાય ત્યારથી નીચેનામાંથી કોઈ એક ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. 🥭 હેકઝાકોનાઝોલ 5% ઈસી 1 મિલી પ્રતિ લિટર અથવા વેટેબલ સલ્ફર 80% 3 ગ્રામ પ્રતિ 1 લિટર મુજબ છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
1
અન્ય લેખો