AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાવાડિયામાં ફળમાખીનું સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ)
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આંબાવાડિયામાં ફળમાખીનું સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ)
ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેરીની વિવિધ જાતોની ખેતી થાય છે. કેટલાક રાજ્યો વિદેશમાં પણ સારુ એવી નિકાસ કરી હુડિયામણ મેળવે છે. વિદેશમાં મોકલવવામાં આવતી કેરીમાં દવાનો અવશેષો અને ફળમાખીનું નુકસાન હોવુ ન જોઇએ, નહિતર મોકલેલ જથ્થો પરત પણ આવી શકે છે. _x000D_ _x000D_ • ફળમાખીનો ઉપદ્રવ જ્યારે કેરી મોટી થઇ ગઇ હોય અને ઉતારવાની શરુઆત થાય ત્યારે લાગે છે. આવા સમયે ફળમાખીના નિયંત્રણ માટે દવાનો છંટકાવ હિતાવહ નથી._x000D_ • વાડીમાં ખરી ૫ડેલ અને ઉ૫દ્રવિત ફળોને અવાર-નવાર ભેગા કરી ઉંડા ખાડામાં દાટી દેવા. _x000D_ • ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવો. _x000D_ • શેઢા-પાળા ૫ર કાળી તુલસીનું વાવેતર કરી છોડ ૫ર કોઇ પણ જંતુનાશક દવાનો છંટકાવ સમયાતંરે કરતા રહેવું. _x000D_ • એગ્રોસ્ટારમાં મળતા મિથાઇલ યુજીનોલના પ્લાયવુડ બ્લોક ટ્રેપ્સ એકરે ૫ થી ૭ આબાંની વાડીમાં અવશ્ય મૂકવા. આવા ટ્રેપ્સ ઘરે પણ બનાવી શકાય છે. _x000D_ • આવા લગાડેલ ટ્રેપ્સ ફરી બદલવાની જરુરિયાત રહેતી નથી. _x000D_ • નવસારી કૃષિ યુનિ.ની ભલામણ અનુસાર ખોખા ટ્રેપ્સ જાતે બનાવીને પણ મૂકી શકાય. આ માટે પૂઠાના મોટા ખોખાને મિથાઈલ યુજીનોલ + સોલ્વન્ટ + ડાયકલોરવોસ (૪ : ૬ : ૧) ભેળવી તૈયાર કરેલ દ્રાવણમાં બોળી રાખવા. ખોખાની ફરતે ફળ માખી દાખલ થવા માટે મોટા કાણાં પાડવા. દર અઠવાડિયે ટ્રે૫માં ભેગી થયેલ ફળમાખીને એકઠી કરી નાશ કરવી. _x000D_ • વિષ પ્રલોભેકા (સડેલ ગોળ ૫૦૦ ગ્રામ + ડાયકલોરોવોસ ૭૬ ઇસી ૧૦ મિ.લિ. + પાણી ૧૦ લિટર)નો ઝાડની ચારે દિશામાં ધાબાના રૂપે મોટા ફોરા પડે તે રીતે છંટકાવ કરવો._x000D_
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
3
અન્ય લેખો