AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબામાં ભૂકીછારાનું કરો નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબામાં ભૂકીછારાનું કરો નિયંત્રણ
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે આંબામાં ભુકીછારાનો પ્રશ્ન વધારે જોવા મળે છે. આ રોગ ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે,તો ચાલો જાણીએ આ રોગના સચોટ નિયંત્રણ વિશે!! 🪻આ રોગ જયારે આંબામાં મોર ફુટે તે વખતે જોવા મળે છે. 🪻સામાન્ય રીતે આ રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જોવા મળે છે પરંતુ કેટલીક વખતે નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગનાં લક્ષણો જોવા મળે છે. 🪻આ રોગનાં લક્ષણો પાનના વચ્ચેનાં ભાગ પૂરતાં સિમીત હોય છે અને આવા પર્ણો વિકૃત અને વળી ગયેલા હોય છે. 🪻ભૂકી છારાનું મુખ્ય લક્ષણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને કેરી પર જોવા મળે છે અને અવિકસિત ફળો અને મોર ખરી પડે છે. 🪻આ રોગ ના સચોટ નિયંત્રણ માટે હેક્ઝા (હેક્સાકોનાઝોલ 5% SC) 30 મિલી પ્રતિ પંપ અથવા એજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી) 15 મિલી પ્રતિ પંપ સાથે ફળના સારા વિકાસ માટે ફાસ્ટર 30મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
25
0
અન્ય લેખો