એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આંબામાં ફળમાખીના વ્યવસ્થાપન માટે નવી ફિરોમોન ટેક્નોલોજી જાણો !
આ ફળપાક માં ફળમાખીના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિ.એ એક નવી ફિરોમોન ટેક્નોલોજી ખેડૂતો માટે તાજેતરમાં ભલામણ કરેલ છે. આ પધ્ધતિથી ફળમાખીના સમાગમમાં વિક્ષેપ પડતો હોય છે. આ ફિરોમોન એક ટુથપેસ્ટની જેમ ટ્યુબમાં આવે છે. આવી ૪૦૦ ગ્રામ પેસ્ટ એક હેક્ટરની વાડીમાં લગભગ ૧૦૦૦ ટપકાં ઝાડની મુખ્ય અને પેટાડાળીઓ ઉપર મૂકવામાં આવે છે. આ ટપકાં મૂકવાની પધ્ધતિનો અમલ ૩૦ દિવસના ગાળે બે વાર કરવો. આ પધ્ધતિનો ઉપયોગ જ્યારે વાડીમાં મૂકવામાં આવેલ ફળમાખીના ટ્રેપ્સમાં ફળમાખીની શરુઆત થાય કે તરત જ અમલમાં મૂકવી. જો આપના વિસ્તારમાં આવી પેસ્ટ ટ્યુબમાં ઉપલબ્ધ હોય તો તેનો અમલ પ્રાયોગિક ધોરણે પણ અમલમાં મૂકશો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
6
સંબંધિત લેખ