AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાનો મેઢ નું થશે નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાનો મેઢ નું થશે નિયંત્રણ!
🪱આ જીવાત થડ કે ડાળીમાં કોરાણ કરી નુકશાન કરે છે. 🪱માદા કીટક ઝાડના થડની તીરાડ માં કે ડાળીઓના જોડાણ પાસે એકલ દોકલ ઈંડા મૂકે છે. 🪱ઈંડામાંથી નીકળતો કીડો છાલમાં થઈ ડાળી કે થડમાં અંદરની તરફ સર્પાકાર કોરાણ બનાવે છે. 🪱આવા પોલાણ થડ પર નીચેથી ઉપરની તરફ જતાં જોવા મળે છે. 🪱આવા કોરાણમાંથી લાકડાનો કૂચો બહાર આવતો જોવા મળે છે જે જીવાતની હાજરી સૂચવે છે. 🪱વધૂ પ્રમાણમાં નુકશાન થતાં ડાળી કે સંપૂર્ણ ઝાડ મરી જવાની પણ શકયતા રહે છે. 🪱મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે બહાર કાઢીને મેઢને મારી નાખવો અથવા એગ્લોરો (ક્લોરપાયરીફોસ 20% EC) દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુકયા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો