AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાની ફળ માખીનું જીવન ચક્ર
કીટ જીવન ચક્રતેલંગાણા કૃષિ યુનિવર્સિટી
આંબાની ફળ માખીનું જીવન ચક્ર
આંબામાં ફળ માખી દ્વારા વધારે પ્રમાણમાં નુક્સાન થતું હોય છે. ફળ માખીના કારણે લગભગ 27 ટકા નુકશાન થાય છે. ફળ માખી એપ્રિલ થી જૂન મહિના સુધી અર્ધ-પાકેલા અને પાકેલા ફળોને નુકસાન કરતી હોય છે. _x000D_ જીવાત ઓળખ અને જીવન ચક્ર:_x000D_ • માદા ફળમાખી ફળની છાલની નીચે ૬-૧૦ ની સંખ્યામાં સફેદ રંગના ઇંડા મૂકે છે. ઇંડા અવસ્થા ૬-૧૦ દિવસની હોય છે. _x000D_ • ઈયળનો રંગ પીળો દેખાય છે. અને જે ૨૦ દિવસ જીવતી રહીને ફળને નુકસાન કરતી હોય છે. _x000D_ • પુખ્ત ઇયળ જમીન ઉપર પડી ૫-૧૦ સે.મી. ઉંડે કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૮-૧૦ દિવસની હોય છે. _x000D_ • કોશેટામાંથી લાલાશ પડતા ભુખરા રંગનું પુખ્ત પારદર્શક પાંખોવાળું બહાર આવે છે. પુક્ત ફળમાખી બે મહિના સુધી જીવીતી રહી શકે છે. અને વર્ષમાં ૨-૩ પેઢીઓ જોવા મળે છે. _x000D_ નુકસાન:_x000D_ • ફળમાખીનો કીડો અર્ધ પાકેલા ફળના ગર્ભને નુકસાન કરે છે. _x000D_ • આ કીડો કોશેટો બનવા માટે ફળ ઉપર કાણૂં પાડી બહાર આવે છે. _x000D_ • આ કાણાં દ્વારા ફૂગ અને અન્ય જીવાણૂ દાખલ થતા ફળને કહોવારો લાગુ પડે છે અને ફળ સડી જાય છે. _x000D_ • નુકસાનવાળા ફળમાંથી પ્રવાહી બહાર નિકળતું જોવા મળે છે અને ફળમાંથી ખરાબ વાસ આવે છે. _x000D_ • ફળની ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે અને ભાવ પણ સારા મળતા નથી. _x000D_ • નુકસાનવાળા ફળ ખાવા લાયક પણ રહેતા નથી._x000D_
નિયંત્રણ: • પડી ગયેલા અને સડેલા ફળ એકત્રિત કરી ખાડો કરી દાટી દેવા. • કેરી મોટી થતા વાડીમાં મિથાઇલ યુજીનોલ લ્યુર ધરાવતા ફેરોમોન ટ્રેપ્સ લગાડવા. સંદર્ભ: તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રોને શેર કરો.
219
0