ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાના પાક કાલવર્ણ અને નિયત્રણ
👉કોલેટ્રોટ્રાઈકમ નામની ફૂગથી થતો આ રોગ કૃષિ ક્ષેત્રમાં અત્યંત ખતરનાક છે. રોગના પ્રથમ લક્ષણો પાન પર જોવા મળે છે, જ્યાં કુમળા પાન પર બદામી રંગના ડાઘા દેખાય છે અને ત્યારબાદ એમાં હોલ પણ પડી શકે છે.
👉આ રોગની શરૂઆત થતાં જ કૂંપળ અને ઉપરની ડાળીઓ ચીમળાઈને સુકાઈ જાય છે. જો મોર પર આ રોગનો પ્રભાવ પડે, તો મોર પર પણ બદામી રંગના ડાઘા દેખાય છે અને આગળ જતાં તે કાળા બનીને મોર સુકાઈ જાય છે. મગિયો પર આ રોગ લાગતા મગિયો કાળો પડી જાય છે અને ઘણીવાર મગિયો ડાળી સાથે ચોંટી જાય છે.
👉આ રોગના નિયંત્રણ માટે, એગ્રોસ્ટાર મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 10 ગ્રામ પ્રતિ પંપ, કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી) 40 ગ્રામ પ્રતિ પંપ, અથવા એગ્રોસ્ટાર ટીએમટી 70 (થિયોફેનેટ મિથાઈલ 70% ડબલ્યુપી) 15 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. આ છંટકાવ સાથે પાકને મજબૂતી મળી શકે છે અને ફૂગના આક્રમણથી બચાવ કરી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!