ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાના પાકમાં ભૂકીછારા ના રોગ નું નિયંત્રણ!
🥭આ રોગ જયારે આંબામાં મોર ફુટે તે વખતે જોવા મળે છે.
🥭સામાન્ય રીતે આ રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જોવા મળે છે પરંતુ કેટલીક વખતે નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગનાં લક્ષણો જોવા મળે છે.
🥭આ રોગનાં લક્ષણો પાનના વચ્ચેનાં ભાગ પૂરતાં સિમીત હોય છે અને આવા પર્ણો વિકૃત અને વળી ગયેલા હોય છે.
🥭ભૂકી છારાનું મુખ્ય લક્ષણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને કેરી પર જોવા મળે છે અને અવિકસિત ફળો અને મોર ખરી પડે છે.
🥭આ રોગ ના સચોટ નિયંત્રણ માટે હેક્ઝા (હેક્સાકોનાઝોલ 5% SC) 30 મિલી પ્રતિ પંપ અથવા એજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી)15 મિલી પ્રતિ પંપ સાથે ફળના સારા વિકાસ માટે ફાસ્ટર 30મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..