AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંગળી થી પણ નાનો આ ફોન ! કિંમત પણ છે સાવ સસ્તી !
રમૂજીએગ્રોસ્ટાર
આંગળી થી પણ નાનો આ ફોન ! કિંમત પણ છે સાવ સસ્તી !
📱 આજે અમે આપને એવા જ એક ફીચર ફોન વિશે જણાવીશું જેની સાઈઝ એક આંગળી બરાબર છે. KECHAODA A26 એક એવો ફીચર ફોન છે જે દેખાવમાં એકદમ ક્યૂટ છે અને તેની ખાસિયત છે તેની સાઈઝ. આ ફોન સાઈઝમાં એટલો નાનો છે કે મુઠ્ઠીમાં બંધ પણ કરી લેશો તો પણ કોઈને ખબર નહીં પડે. આ ફોન સાઈઝમાં તમારી આંગળીથી પણ નાનો લાગશે. અને આકર્શક પણ છે. ઓછી કિંમતનો છે ફોન- 📱 KECHAODA A26 ફોનની કિંમત પર નજર કરીએ તો તે માત્ર 1,220 રૂપિયામાં મળી રહે છે. આ ફોન લગભગ બધી જ ઈ-કોમર્સ સાઈટ પર મળી રહેશે. આ ફોનનો બ્લેક, ગોલ્ડ, ગ્રે, સિલ્વર અને પિંક કલર પણ મળી રહે છે. 📱 A26 ફોનથી તમે કૉલિંગ અને મેસેજ કરી શક્શો. આ ફોનમાં 32 એમબી રેમ અને 32 એમબી રોમ પણ મળી રહેશે. એટલુ જ નહીં પણ આપ 16 જીબી સુધીનું મેમરી કાર્ડ પણ લગાવી શકો છો. આ ફોનમાં 0.66 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. અને પાવર બેકઅપ માટે 800mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ફોન તમે ઓનલાઇન ઇકોમર્સ સાઈટ પર થી ખરીદી કરી શકો છો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
55
7