AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અહીં રોજ માત્ર 43 રૂપિયા જમા કરીને મેળવો 27 લાખ, જાણો કઈ રીતે !
સમાચારVTV ન્યૂઝ
અહીં રોજ માત્ર 43 રૂપિયા જમા કરીને મેળવો 27 લાખ, જાણો કઈ રીતે !
👉 આ પોલિસીમાં ગ્રાહકોએ રોજ માત્ર 43 રૂપિયા જમા કરવાના હોય છે અને તેના બદલે 27.60 લાખ રૂપિયા મળે છે. જો તમે પણ મોટું ફંડ ભેગું કરવા માંગો છો તો આ પોલિસી બેસ્ટ છે. 👉 જીવન ઉમંગ પોલિસી 3 મહિનાના બાળકથી લઈ મહત્તમ 55 વર્ષની વય સુધીના લોકો લઈ શકે છે. આ પોલિસી તમને 100 વર્ષની વય સુધી કવરેજ આપશે. આ પોલિસી હેઠળ તમે લોન પણ મેળવી શકો છો. આ સિવાય આ પોલિસીમાં પ્રીમિયમ ચુકવણીની અવધિ 15, 20, 25 અને 30 વર્ષ છે, ત્યારબાદ તમને 27.60 લાખ રૂપિયા મળશે. 👉 જો કોઈપણ વ્યક્તિ 30 વર્ષ સુધી પોલિસી ચલાવે છે, તો તેની રોકાણ રકમ 4.48 લાખ થશે, ત્યારબાદ રોકાણકારોને નિયમો અનુસાર 31મા વર્ષથી દર વર્ષે વળતર મળવાનું શરૂ થઈ જશે. તેનું વાર્ષિક વળતર 40,000 રૂપિયા હશે. જો તમે 100 વર્ષની વય સુધી 40,000 રૂપિયા વળતર લેશો તો લાભની રકમ 27.60 લાખ રૂપિયા થશે. ખાસિયતો : 👉 આ યોજનામાં પોલિસીધારક ને 100 વર્ષની ઉંમર સુધી કવર મળે છે 👉 મેચ્યોરિટી અથવા પોલિસી હોલ્ડરની મોત પર પરિવારજનોએ લમ્પસમ રકમ આપવામાં આવે છે. 👉 પ્રીમિયમ ચુકવણીની અવધિ એટલે કે પીપીટી 15, 20, 25 અને 30 વર્ષ માટે નિશ્ચિત છે. 👉 જો પ્રીમિયમના અંત સુધી તમામ હપ્તા ચૂકવવામાં આવ્યા છે, તો પોલિસીધારકને ગેરંટીડ લઘુત્તમ રકમ મળશે. 👉 જીવન વીમમાનું 8 ટકા રિટર્ન જીવનભર મળે છે. 👉 આ પોલિસીમાં નાનકડું રોકાણ કરીને આખી જીન્દગી પૈસા મળે છે. 👉 જો તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોવ તો આ ઓફિશિયલ લિંક પર ક્લિક કરો. https://www.licindia.in/Products/Insurance-Plan/LICs-Jeevan-Umang 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
4