AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ, બટાટાની નવી વેરાયટી નું લોન્ચિંગ કરાયું !
કૃષિ વાર્તાAgrostar
અરે વાહ, બટાટાની નવી વેરાયટી નું લોન્ચિંગ કરાયું !
🥔 ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે અને અંહી મોટા ભાગે વેફર બનાવવા માટેના બટાકાનું વાવેતર વધારે કરવામાં આવે છે. 🥔 ગુજરાતમાં વધતા જતા બટાકાના વાવેતરને ધ્યાનમાં લઈને અનેક કંપનીઓ અલગ અલગ પ્રકારના બટાકાના બિયારણની શોધ કરતી રહે છે તેવામા હાલમાં જ વિજાપુર ખાતે કૈલાશપતિ કોલ્ડ સ્ટોરેજમાં ભારતની નંબર વન બટાકા બિયારણ બનાવતી જાણીતી કંપની ‘ટેકનિકો એગ્રી સાઈન્સીસ લિ.’ કંપનીની બિયારણ પ્રોડક્ટની શુંખલા જેવી કે બાદશાહ, પોખરાજ, એલ.આર. લવકાર વિગેરેમાં આજ કંપનીની બહુ સારી ‘અંબર ડિલાઈટ’ નામની વેરાયટીનું લોન્ચગ કરવામાં આવ્યું હતું. 🥔 આ ‘અંબર ડિલાઈટ’ બિયારણ પ્રોડક્ટ ખેડૂતોને કેવી રીતે વધારે ઉત્પાદન આપી શકે છે અને અન્ય બિયારણની સરખામણીમાં કેવી રીતે વધારે સારુ છે તે અંગે પણ આ કાર્યક્રમમાં ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા સમજાવવામાં આવ્યું હતુ. 🥔 ‘અંબર ડિલાઈટ’ બિયારણ એવા પ્રકારનું બિયારણ છે કે જો તેને વાવમાં આવે તો તમામ બટાકાની સાઈઝ એક સમાન રહેશે અને આ બિયારણ વાળા બટાકાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેવું બિયારણ બનાવતી કંપની દ્વારા ખેડૂતોને જણાવાયું હતુ અને ભવિષ્યમાં આ બિયારણથી ખેડૂતોને ફાયદારૂપ કેવી રીતે થઈ શકે તેમ છે તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 🥔 બટાકાની આ નવી જાતને ખેડૂતોની હાજરીમાં કંપનીનાં જનરલ મેનેજર એન.કે.ઝાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
0