AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ ! પશુઓ માટે પણ શરૂ થશે એમ્બ્યુલન્સ સેવા !
પશુપાલનAgrostar
અરે વાહ ! પશુઓ માટે પણ શરૂ થશે એમ્બ્યુલન્સ સેવા !
🐄 પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે આ એક મોટું પગલું છે.સરકારે પશુપાલન વિકાસ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત અંદાજીત રૂ. 54 હજાર 618 કરોડનું રોકાણ થશે.આ નિર્ણય ગ્રામીણ ભારતના વિકાસ સાથે સંબંધિત છે. તેનાથી ખેડૂતો અને પશુપાલકોનું જીવન બદલાશે. 🐄 કેન્દ્ર સરકાર 9,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે કેન્દ્ર સરકાર તેના માટે 9,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પેકેજમાં ત્રણ મોટી યોજનાઓ સામેલ છે. જેમાં પશુધન વિકાસ યોજના, રાષ્ટ્રીય ગોકુલ મિશન અને રાષ્ટ્રીય પશુ રોગ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવશે. જેમાં સારા પરિણામના આધારે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી યોજનાઓનો ખર્ચ તે દિશામાં હોવો જોઈએ, જેનાથી પશુપાલકોની આવક વધે. 🐄 🐃વધુ પશુઓને રાખવા માટેની તક અપાશે પશુપાલન અને ડેરી માટેના આ પેકેજ હેઠળ સારવાર, રસીકરણ, ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરીક્ષણ માટે ગુણવત્તાયુક્ત સંવર્ધન માટે રોકાણ કરવામાં આવશે. જે પ્રાણીઓના રસીકરણ, ચિલિંગ પ્લાન્ટ સ્થાપવા અને પ્રોસેસિંગ માટે માળખાગત સુવિધા બનાવવામાં મદદરૂપ થશે. ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ વર્કિંગ કેપિટલ પર પણ વ્યાજ છૂટ મળશે, જે વધુ પશુઓને રાખવા માટેની તક આપશે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20 % છે. ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં ડેરી ક્ષેત્રનું યોગદાન 28 % છે. વાર્ષિક આશરે 8 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20 % છે. 🚨ગુજરાત સરકારે પશુઓ માટે પણ હેલ્પલાઇન 1962 શરૂ કરી ગુજરાત સરકારે પશુઓ માટે પણ હેલ્પલાઇન 1962 શરૂ કરી છે. 365 દિવસ 24 કલાક સુધી ખુલ્લી રહેતી આ હેલ્પલાઇનની મદદથી પશુપાલકો તેમના પશુઓને વિનામૂલ્યે સારવાર અપાવી શકશે. 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનું શરૂ છે. પશુઓની સારવાર માટે પીપીપી મોડલથી મોબાઇલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
8
0
અન્ય લેખો