AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ ! દૂધના ખરીદી ભાવમાં વધારો !
પશુપાલનVTV ગુજરાતી
અરે વાહ ! દૂધના ખરીદી ભાવમાં વધારો !
🥛 રાજકોટ ડેરીએ દૂધ પર કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો કરતા હવે કિલો ફેટના 700 રૂપિયા ચૂકવવામાં આવશે. ✔️ દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર ✔️ ત્રીજી વખત કરાયો ભાવ વધારો ✔️ પ્રતિ કિલો ફેટના રુ.20 વધ્યાં ✔️એક તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ 50 હજારથી વધુ ઉત્પાદકો માટે સુખદ સમાચાર આવ્યા છે.આમ ખેડૂતો, દૂધ ઉત્પાદકો માટે રાહતનો 'ડબલ ડોઝ' આવ્યો છે..દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને પ્રાધાન્ય આપતા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે.રાજકોટ ડેરીએ દૂધ પર કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો કરતા હવે કિલો ફેટના 700 રૂપિયા ચૂકવવામાં આવશે..છેલ્લા 50 દિવસમાં ત્રીજો ભાવ વધારો કરવામાં આવ્યો છે..આ ભાવ વધારો 11 સપ્ટેમ્બરથી અમલમાં આવશે ✔️ મોટી રાહત:- હાલના સંજોગોમાં ચોમાસું ખેંચાયું છે ,વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોમાં મસમોટી ચિંતા પેસી ગઈ છે કપાસિયા ખોળના આસમાને પહોચેલા ભાવથી જગતાત પરેશાન છે.આવા સંજોગોમાં દૂધના ખરીદભાવમાં કિલો ફેટે રૂપિયા 20 નો વધારો પશુપાલકોને મોટી રાહત આપશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
5