AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે બાપ રે ! 1 કિલો મીઠાની કિંમત 8.30 લાખ રૂપિયા !
રમૂજીTV9 ગુજરાતી
અરે બાપ રે ! 1 કિલો મીઠાની કિંમત 8.30 લાખ રૂપિયા !
👉 દુનિયાના દરેક દેશમાં ભોજન બનાવવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકના સ્વાદ માટે મીઠું જરૂરી છે અને મીઠા વગર ભોજન અધૂરું છે. દુનિયાભરમાં અનેક પ્રકારના મીઠાનો ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવે છે. તેમાનો એક પ્રકાર એવો છે કે જેને ખરીદવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે અને તે દુનિયાનું સૌથી મોંઘું મીઠું છે. 1 કિ.ગ્રા.ની કિંમત 8.30 લાખ રૂપિયા 👉 આ મીઠાનું નામ આઈસલેન્ડિક મીઠું છે. આઈસલેન્ડિક મીઠાની કિંમત એટલી છે કે તેને વ્યક્તિના વિચારને બદલી નાખ્યો કે, જે એમ વિચારે છે કે મીઠું તો સસ્તું મળે છે. આઈસલેન્ડિક મીઠાને ખરીદવા માટે મોટી કિંમત ચુકવવી પડે છે. જો તમારે એક કિલો મીઠું ખરીદવું હોય તો લગભગ 8 લાખ ત્રીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે. શા માટે મીઠું મોંઘું છે 👉 મીઠું બનાવવાની પ્રોસેસિંગ તેને વધારે ખાસ અને રોચક બનાવે છે. આ મીઠાને જિયોથર્મલ એનર્જીથી મળેલા પાવરથી તૈયાર કરવામાં આવે છે. જિયોથર્મલ પાવર એટલે ભૂસ્તર ઉર્જા અને તે ગ્રીક મેટલ જિયોથી આવે છે. રેકિન દ્વીપકલ્પ પર હાજર જિયોથર્મલ એનર્જીનો ઉપયોગ કરીને આ મીઠાને તૈયાર કરવામાં આવે છે. વિશ્વનું સૌથી શુદ્ઘ સમુદ્રનું પાણી રેકિન દ્વીપકલ્પ પર અસ્તિત્વ ધરાવે છે. આ રીતે મીઠું તૈયાર થાય છે 👉 સમુદ્રના પાણીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે. ત્યારબાદ પાણીને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે, તે જગ્યા પર અનેક પુલ બનેલા હોય છે અને દરેક પુલમાં રેડિયેટર્સ હોય છે. આ રેડિયેટર્સની મદદથી પાણી વહે છે અને સમુદ્રના પાણીને ગરમ કરે છે. ટેન્કથી લઈને પેન અને ડ્રાઈંગ રૂમ બધુ ગરમ પાણીથી સજ્જ હોય છે. મીઠું બનીને તૈયાર થાય છે તો કે હળવા લીલા રંગનું હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
8
અન્ય લેખો