ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
અરે બાપ રે ! જીરામાં કાળિયો આવી ગયો.
🌱હાલમાં બદલતા વાતાવરણના કારણે જીરાના પાકમાં ઘણી સમસ્યા જોવા મળે છે.આજે આપણે વાત કરીશું કાળિયા રોગની નુકશાની અને તેના નિયંત્રણ વિશે.
🌱સૌ પ્રથમ વાત કરીયે જીરુંના પાકમાં કાળિયા રોગનું નિયંત્રણ શા માટે જરૂરી છે. આ રોગ જીરુંના પાકમાં અગત્ય નો રોગ છે. જીરુંના ઉત્પાદનમાં કાળિયા ના રોગથી લગભગ ૫૦% જેટલો ઘટાડો થાય છે. ઓછી અસર વાળા છોડમાં દાણા અપૂરતા પોષાવાથી હલકાં અને ઉતરતી ગુણવત્તા વાળા થાય છે. રોગની તીવ્રતા વધતાં ૧૦૦% સુધી પાક નિષ્ફળ જવા સંભવ છે. કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને કયારામાં વધુ પડતો પાણીનો ભરાવો આ રોગને ફેલાવા માટે જવાબદાર છે.
🌱જીરુંના પાકમાં કાળિયા રોગ ની નુકશાન :-
શરૂઆત માં પાન અને ડાળી પર કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જેવા મળે છે. રોગપ્રેરક ફુગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી સુકાઇ જાય છે. તેથી તેને કાળીયો પણ કહે છે. રોગીષ્ટ છોડ પર કુલ બેસતા નથી અને જે દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.
🌱નિયંત્રણ વિશે વાત કરીયે તો પ્રથમ છંટકાવમાં ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી) ૪૫ મિલી/૧૫ લીટર ત્યારબાદ ૧૦-૧૨ દિવસ પછી બીજા છંટકાવમાં રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.