AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે બાપરે, ડોડવા કોરીખાનાર ઈયળ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
અરે બાપરે, ડોડવા કોરીખાનાર ઈયળ !
🐛દિવેલામાં અત્યારે પાકમાં જોવા મળતો પ્રશ્ન એટલે ડોડવા કોરનારી ઈયળ. આ જીવાતનો ઉપદ્રવ માળ આવવાના સમયે શરૂ થાય છે. ઈયળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડીને જાળું બનાવી તેમાં રહે છે. ઘણી વખત અગ્ર ટોચને પણ કોરે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા આ જીવાત વધે છે. 🐛આ ઇયળોનાં અસરકારક નિયંત્રણ માટે હેલિઓક્સ (પ્રોફેનોફોસ ૪૦% + સાઈપરમેથ્રિન ૪% EC) ૩૦ મિલિ અથવા અમેઝ એક્સ (એમામેક્ટીન બેંઝોએટ ૫ ડબલ્યુજી) ૫ ગ્રામ પ્રતિ ૧૫ લીટર પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો