AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અમેરિકા અને યુરોપમાં કેરીની નિકાસની શરુ થઇ
કૃષિ વર્તાપુઢારી
અમેરિકા અને યુરોપમાં કેરીની નિકાસની શરુ થઇ
અમેરિકા અને યુરોપમાં કેરીની નિકાસ શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિલ પવારે 9 એપ્રિલે એવું જણાવ્યું હતું કે અમેરિકામાં 15 ટન કેરીઓની નિકાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં 2.5 ટન, રશિયામાં 2 ટન અને ન્યૂ મેક્સિકોમાં 5 ટન કેરીની નિકાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ગલ્ફના દેશોમાં પણ કેરીની નિકાસ થઈ રહી છે. સુનિલ પવારના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષમાં કેરીની નિકાસ માટે 50,000 ટનથી વધારેનું લક્ષ્યાંક રાખવામા આવ્યું છે. જાપાન અને દક્ષિણ કોરિયા માટે કેરીના નિકાસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નિકાસકારો કર્ણાટકની બેગનપલ્લી અને ગુજરાતની કેસર કેરી જુદા જુદા દેશોમાં નિકાસ કરે છે.
જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટર કર્યું છે માત્ર તેમની કેરીની જ નિકાસ કરવામાં આવશે. આવા ખેડૂતોને કૃષિ વિભાગ દ્વારા કોડ નંબર આપવામાં આવેલ છે અને કેરીઓની નિકાસ કરતાં પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં, મુંબઈથી યુએસએ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ન્યુઝીલેન્ડ અને ગલ્ફના દેશોમાં કેરીની નિકાસની શરૂઆત થઈ ગઈ છે. સંદર્ભ - પુધારી, 14 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
10
0