AgroStar
અમુલની નવી સિદ્ધિ, સરોગસીથી અપાયો જોડીયા વાછરડાને જન્મ !
પશુપાલનઝી ન્યુઝ
અમુલની નવી સિદ્ધિ, સરોગસીથી અપાયો જોડીયા વાછરડાને જન્મ !
બે વાછરડા જન્મે તેવુ ભાગ્યે જ બને છે ત્યારે આ અમુલ સંચાલીત ફાર્મ ખાતે પણ આમ શક્ય બન્યુ છે. આણંદ નજીક સારસા ખાતે આવેલા ૬૬૦ વાછરડીની ક્ષમતા ધરાવતા અમુલ સંચાલીત વાછરડી ઉછેર કેન્દ્રમાં જોડીયા વાછરડાના જન્મ થયા છે,આ જોડકા ને લઇને ખાસ વાત એ છે કે તેમને જન્મ આપવા માટે નવી સરોગસી પ્રક્રિયાની મદદે આ જોડીયા વાછરડાને જન્મ અપાયો છે. એનડીડીબી અને અન્ય સંસ્થા પાસેથી એમબ્રીયો મેળવે છે જેમાં અંદાજીત છેલ્લા દસ મહીનામાં સારસા ખાતેના વાછરડી ઉછેર કેન્દ્ર માં ૫૫૪ જેટલા એમ્બ્રિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ પ્રક્રિયા થી ૩૦ ગાયોને વિયાણ પણ થયુ છે અને તેમાં ૧૪ વાછરડા અને ૧૬ વાછરડીનો જન્મ થયો છે. સાથે ૧૭૪ જેટલી ગાયો ગાભણ છે. એક ગાય વર્ષમાં એકથી વધારે વાછરડાને જન્મ પણ નથી આપતી, ત્યારે ઇનવીટ્રો ફર્ટીલાઇઝેશનની મદદથી બીજા વાછરડાને જન્મ અપાવો પણ શક્ય બને છે. આ પ્રક્રિયામાં ડોનર કાઉ જેનું ગર્ભબીજ લેવામાં આવે છે. તેની ગુણવત્તા વધુ હોય અને દુધ પણ વધુ આપે તે બાબત ને ધ્યાને રાખવામાં આવે છે,જેને ઓવમ પીકઅપ તરીકે ઓળખાય છે,ડોનર કાઉ નું બીજ જે આખલાના વીર્ય સાથે ફલીત કરાય છે તે પણ ઉંચી ગુણવત્તા વાળો હોય તે પણ ખાસ ધ્યાને રખાય છે. સાથે જ આ પ્રક્રિયા માટે આખલાના વીર્યને અને ગાયના બીજ સાથે લેબોરેટરીમાં એમબ્રીયો તૈયાર કરાય છે અને તેજ એમબ્રીયો ગાયના ગર્ભાશયમાં તબદીલ કરાય છે. ઉપર જણાવ્યુ તેમ સામાન્ય રીતે આ એમ્બ્રીયોથી એકજ વાછરડાનો જન્મ થાય છે જે પણ આ કિસ્સામાં બે જોડીયા વાછરડાના જન્મ થયા છે જે આ પ્રક્રિયા માં પેહલી વખત બન્યુ છે. અમુલ ના પ્રયાસ છે કે જન્મેલા ૧૪ વાછરડાના ઉછેર બાદ તેમના વીર્ય ડોઝની મદદથી કૃત્રિમ વીર્ય નજીકના ગામોમાં પશુઓને અપાશે. જ્યારે ૧૬ વાછરડાના ઉછેર બાદ તેમના ગર્ભ બીજની મદદથી લેબ તૈયાર કરેલા એમ્બ્રિયો ગ્રામ્ય વિસ્તારના દુધઉત્પાદકોના પશુઓમાં આપી શકાશે. પશુને રસીકરણ કરાવતાં પહેલા અને પછી ની કાળજી જાણવા માટે આ વિડીયો જુઓ, https://youtu.be/ZNEFZTtqE5o સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
8
અન્ય લેખો