AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અમરેલી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
અમરેલી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા
અમરેલીમાં હાલ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળી રહ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ત્યારબાદ અચાનક જોરદાર પવન સથે વરસાદ વરસવા લાગ્યો હતો. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, પરંતુ બીજી બાજુ ખેડૂતો પોતાના પાકને લઇ ચિંતામાં મૂકાયા છે. હાલ ખેડૂતોએ મગફળી વાવી છે, પરંતુ બિનસિઝન વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે, અમરેલીના ઇશ્વરિયા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. મોટા લીલીયાના એકલેરા ગામે તેમજ આસપાસ ગ્રામ્યવિસ્તારમા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. હાલ થઇ રહેલા માવઠાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલ મગફળીનો પાક પાકીને તૈયાર થઇ ગયો છે તેમજ કપાસનો પાક પણ હાલ લેવાઇ રહ્યો છે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, તા.૨૬ ઓક્ટોમ્બર ૨૦૧૮
0
0