AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અફઘાનિસ્તાનની ડુંગળી પહોંચી ભારતમાં
કૃષિ વાર્તાપુઢારી
અફઘાનિસ્તાનની ડુંગળી પહોંચી ભારતમાં
નવી દિલ્હી: ડુંગળી લાંબા સમય સુધી રડાવશે નહીં, કારણ કે અફઘાનિસ્તાને ભારત સાથેની મિત્રતા નિભાવી દેશમાં ડુંગળી મોકલવાનું શરૂ કર્યું છે. દેશની પશ્ચિમ સરહદ પર આવેલા રાજ્ય પંજાબના વિવિધ શહેરોમાં અફઘાની ડુંગળીનું વેચાણ શરૂ થયું છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે ડુંગળી દેશમાં આવવાની શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનથી 30-35 ટ્રક ભરી ડુંગળી દેશમાં આવવાની છે જેનું લોંડિગ થઈ ગયું છે. ભારતમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે અફઘાનિસ્તાની વેપારીઓને અહીંના બજારોમાં ડુંગળી વેચવાનું પ્રોત્સાહન મળ્યું છે, અને જો ડુંગળીનો ભાવ અહીં 30 રૂપિયા પ્રતિ કિલો રહેશે, તો ડુંગળી અફઘાનિસ્તાનથી આવવાનું ચાલુ રાખશે. હાલમાં, અમૃતસર અને લુધિયાણામાં અફઘાનિસ્તાની ડુંગળી પ્રતિ કિલો 30 થી 35 રૂપિયામાં વેચાઇ રહી છે.
ભારતમાં પાકિસ્તાનના રસ્તે અફઘાનિસ્તાનથી ડુંગળીની આવક વિશે પૂછવામાં આવતા કસ્ટમ અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનથી આવતા માલ પર કોઈ પ્રતિબંધ નથી. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવાના હેતુસર કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને ડુંગળીની કાળી બજાર અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે સરકાર સ્ટોક મર્યાદા લાદવાની પણ વિચારણા કરી શકે છે. સંદર્ભ - પુઢારી, 28 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
545
0