AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અપનાવો આ ખાસ ટ્રીક અને બાઈકમાં પેટ્રોલ વ્યય અટકાવો !
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
અપનાવો આ ખાસ ટ્રીક અને બાઈકમાં પેટ્રોલ વ્યય અટકાવો !
🚲 પેટ્રોલના ભાવો આસમાને જઈ રહ્યા છે અને હવે તે સામાન્ય લોકોના બજેટ પર વધારે અસર પાડે છે. જો તમારુ ટૂ-વ્હીલર સારી એવરેજ નથી આપી રહ્યુ તો તેને સરળ ટ્રીક અપનાવીને પણ વધારી શકાય છે, જરુર છે માત્ર સાચી રીત અપનાવવાની. આ માહિતીમાં અમે તમને કેટલીક એવી ટ્રીક વિશે જણાવી રહ્યા છે જેને ફોલો કરવાથી તમે પોતાની બાઈકની માઈલેજ વધારી શકો છો. ટ્રીક નંબર ૧ : ✔ સમય-સમય પર સર્વિસ 🚲 બાઈકને સર્વિસ કરવાતા રહેવાથી તેની માઈલેજ પર મોટો ફરક પડે છે. જો તમારી બાઈક સારી સ્થિતિમાં રહેશે તો તે માઈલેજ પણ સારી આપશે. ટ્રીક નંબર ૨ : ✔ ટાયરના પ્રેશરનું ધ્યાન રાખો ➡ તમે કદાચ આ વાત પર ધ્યાન ન આપતા હોવ, પરંતુ ટાયર પ્રેશર બાઈકની માઈલેજ પર ઘણી મોટી અસર પાડી શકે છે. ટ્રીક નંબર ૩ : ✔ અયોગ્ય સમયે બાઈકને કરો બંધ ➡ ક્યારેક લોકો બાઈક ને રોડ પર સાઈડમાં રાખીને ફોન પર વાતચીત કરતા હોય પણ બાઈક ચાલુ હોય, આવી સ્થિતિ માં પેટ્રોલનો વ્યય થાય છે અને નુકશાન વપરાશકર્તાને ..... ટ્રીક નંબર ૪ : ✔ વ્યર્થમાં ક્લચ ન દબાવો ➡ ક્લચનો સાચો અને માત્ર જરુર પડવા પર ઉપયોગ કરવાથી બાઈક ઘણી સારી માઈલેજ આપે છે. જો તમે વારે-વારે વ્યર્થમાં ક્લચ દબાવતા રહેશો તો સ્વાભાવિક રુપથી બાઈકની માઈલેજ ધટશે. ટ્રીક નંબર ૫ : ✔ યોગ્ય ગેયરમાં ચલાવો બાઈક ➡ યોગ્ય સ્પીડ પર યોગ્ય ગિયરમાં બાઈક ચલાવતા રહેવાથી એન્જિન પર વધારે જોર પડશે નહી અને માઈલેજ સારી થશે. તેના સિવાય એક સ્પીડ પર બાઈક ચલાવતા રહેવાથી માઈલેજ ત્યારે વધે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
30
7