AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અનાજ, કઠોળ અને શાકભાજી સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી શકાશે ; મળશે હોમ ડિલિવરી !
કૃષિ વાર્તાFinancial Express
અનાજ, કઠોળ અને શાકભાજી સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી શકાશે ; મળશે હોમ ડિલિવરી !
કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ઓનલાઇન પોર્ટલ VedKrishi.com નો પ્રારંભ કર્યો. આ પોર્ટલ દ્વારા ગ્રાહકો સીધા જ ખેડૂતો પાસેથી કરિયાણા ( જરૂરી શાકભાજી અનાજ ) ની ખરીદી શકે છે. આ પ્લેટફોર્મ નાગપુરની વેદકૃષિ ખેડૂત નિર્માતા કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. VedKrishi.com દ્વારા ડેરી ઉત્પાદનો, શાકભાજી, અનાજ, કઠોળ, અથાણાં, જ્યુસ, સોસ વગેરેની હોમ ડિલિવરી થશે. કંપની આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડશે. નોંધાયેલા વપરાશકર્તાઓ એક વર્ષ પહેલાથી તેમના ઓર્ડરને અગાઉથી શેડ્યૂલ કરી શકશે. આ સિવાય વેદકૃષ્ણિ જૈવિક ખેતી સંબંધિત શ્રેષ્ઠ પ્રણાલી અંગે સલાહ-સૂચન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદ કરશે. VedKrishi.com પોર્ટલ હજી કાર્યરત નથી. તેની સેવા શરૂ કરવામાં થોડો સમય લાગશે. VedKrishi.com.ના સ્થાપક નિયામક આશિષ કાસ્વા એ જણાવ્યું હતું કે કોવિડને કારણે પોર્ટલને જોઈએ તે પ્રમાણે શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી નથી, પરંતુ અમે તેને આગામી એક કે બે મહિનામાં લોન્ચ કરવાનું વિચારી રહ્યા છીએ. શરૂઆતમાં, VedKrishi.com ની સેવા નાગપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હશે અને જેમાં પ્રારંભિક લક્ષ્ય તેના પર 300 ખેડૂતો લાવવાનું છે. ત્યારબાદમાં આ પોર્ટલની સેવા આખા મહારાષ્ટ્ર અને ત્યારબાદ સમગ્ર ભારત સુધી વિસ્તારવાનું વિચારણા ચાલુ છે એમ જણાવ્યું હતું. ઉત્પાદનો ઓફલાઇન પણ ખરીદી શકાશે : VedKrishi.com થી ગ્રાહકોને ઉત્પાદનોની હોમ ડિલિવરી થશે, પરંતુ જો તેઓ ઇચ્છે તો ઉત્પાદનો ઓફલાઇન પણ ખરીદી શકાશે. વેદકૃષિ ખેડુતોને ખેતી સાથે સંબંધિત રોજની સમસ્યાઓ અંગે સલાહ આપશે, સાથે સાથે વેદકૃષિ ખેતરોની મુલાકાત લેવા માટે પેડ મુલાકાત પણ પૂરી પાડશે જેથી તેઓ તેના વિશે વધુ સમજી શકે. સંદર્ભ : Financial Express . આપેલ કૃષિ સંચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
77
10
અન્ય લેખો