AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અગ્નિપથ યોજનાની જાહેરાત, સેનામાં યુવાઓની થશે ભરતી !
નોકરી અને શિક્ષણએગ્રોસ્ટાર
અગ્નિપથ યોજનાની જાહેરાત, સેનામાં યુવાઓની થશે ભરતી !
કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળ માટે 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરવામાં આવી છે. 'અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. વય પ્રોફાઈલ ઘટી જશે- 35 વર્ષ નહીં પણ 25 વર્ષની નોકરી : અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. 'ટૂર ઑફ ડ્યુટી'નો હેતુ સંરક્ષણ દળોના ખર્ચ અને વયને ઘટાડવાનો પણ છે. અગ્નિપથ યોજના હેઠળ સેનાની ત્રણેય પાંખમાં પ્રથમ વર્ષમાં 45 હજારથી વધુ યુવાનોની ભરતી થઈ શકે છે. જાણો નવા નિયમો : • કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો • જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે • ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે • દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે • સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે • 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી અગ્નિપથ સ્કીમ હેઠળ કેટલી ભરતી? પાંખ પહેલા બે વર્ષ ત્રીજુ વર્ષ ચોથું વર્ષ આર્મી 40,000 45,000 50,000 નેવી 3000 3000 3000 એરફોર્સ 3500 4400 5300 હવે સેનાની રેજિમેન્ટમાં જાતિ, ધર્મ અને ક્ષેત્રના હિસાબે ભરતી નહીં થાય, પરંતુ દેશવાસીઓ તરીકે થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
45
6