AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પેટેલે કહી ફાયદાની મોટી વાત
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પેટેલે કહી ફાયદાની મોટી વાત
🌧️ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની ખેતી ચોમાસા પર આધાર રાખે છે. તેવામાં આ વર્ષે ચોમાસાની પેટર્ન ખૂબ જ અલગ રહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો સહિત દેશમાં અત્યારે ઘણા રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ છે અને અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે વરસાદી નુકસાન સાથે હાલ મોટાભાગના વિસ્તારોમાં ખેતીના પાક માટે ખૂબ જ સારો વરસાદ થઈ ગયો છે. તેવામાં તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો અને અને તે આધારે ક્યો પાક વાવવો જોઈએ જેથી વધુ નફો મેળવી શકાય? આ અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની જાણકારી આપી છે. 🌧️તેવામાં જ્યારે હવે વરસાદ શરુ થયો છે. તો વરાપ નિકળવાની રાહ જોવાઈ રહી છે. અને હજુ પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે. તેના કારણે ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદ ખેતી માટે ફાયદો કરે છે તેની સામે જો વધુ પડી જાય તો નુકસાન પણ તેટલું જ કરે છે. જેથી ખેડૂતોએ ખરીફ પાક લેતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કેટલો વરસાદ પડ્યો છે અને આગળ તેનાથી ક્યા પાકમાં ફાયદો થઈ શકે છે. 🌧️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે કૃષિ પાક માટે વરસાદના પણ માપદંડ છે. 🌾ડાંગર માટે પોણા ક્યારામાં પાણી ભરી રાખવુ પડે છે. સંળગ ત્રણ મહિના ડાંગર માટે 30 સેમી વરસાદ થાય તો 🌾ડાંગર સારી પાકે છે. 20 થી 30 સેમી વરસાદ મકાઈ માટે સારો ગણાય છે. બાજરી જેવા ધાન્ય પાક માટે પણ તેટલો વરસાદ સારો રહેતો હોય છે. 🌧️ 10 સેમી. જેટલો મહિને વરસાદ થાય તો તે🌱 ઘાસચાર માટે સારો ગણાય છે. આમ કેટલો વરસાદ પડ્યો છે તેના આધારે ભિન્ન ભિન્ન પાકો માટે જુદો જુદો વરસાદ સારો ગણાય છે. જોકે ગુજરાતમાં હાલ પડેલો વરરસાદ બધા પાકો માટે વરસાદ સારો દેખાય છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. સાથે ઉમેર્યું કે ડાંગરના પાકને વધુ પાણી જોઈએ છે માટે હજુ વરસાદ થાય તો તેને વધુ ફાયદો થશે. 🌧️હાલ રાજ્યના દરેક ખૂણે સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ વરસાદની પેટર્ન બિલકુલ અલગ છે. આ વરસાદમાં ક્યારા ભરાઈ જાય તો 🌾ડાંગર સારી થાય છે. હાલ તો વરાપ થવા લાગી છે તેથી કપાસ અને અન્ય પાકો સારા થશે અને ઓગસ્ટમાં વરસાદ થાય તો ઉતર ગુજરાતમાં દિવેલા સારા થવાની શક્યતા છે. કઠોળ પણ સારા થવાની શક્યતા છે. અને પાછોતરો વરસાદ વધારે થાય તો તલ સારા થાય છે. પરંતુ કેટલાક સંજોગામાં પાછળનો વરસાદ તલ માટે નુકસાન પણ કરતો હોય છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
2