હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલ ની હવામાન અંગે આગાહી
🌥️ભરશિયાળે માવઠાએ હવામાન બગાડ્યું છે. શિયાળાની ઋતુમાં પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યો છે. બીજી બાજુ, આવી સિઝનને લીધે બીમારીઓ પણ વધી રહી છે. આવામાં ડિસેમ્બર દરમિયાન હવામાન કેવું રહેશે? તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવનારા પલટાની વાત કરી છે. ડિસેમ્બરના મધ્ય ભાગમાં ગુજરાતમાં માવઠાની સંભાવના અંગે પણ આગાહી કરી છે.
🌥️આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રવાત ફૂંકાવવાની શક્યતા રહેશે. જેમાં ઓરીસાના ભાગો, ચેન્નાઇના ભાગો સુધી અને દક્ષિણ પૂર્વીય તટોના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. જેની અસર ઉત્તર ભારતના ભાગોમાં પણ થશે. સાથે જ ભેજના લીધે અને પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે તે બળવત્તર બનશે. ઉપરાંત અરબ સાગરનો ભેજ પણ બનશે.
🌥️જોકે, હમણા ગુજરાતમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. એટલે મહત્તમ ઉષ્ણ તાપમાન વધશે. પરંતુ જેવી પશ્ચિમી વિક્ષેપની અસર થશે એટલે ઠંડીનો ચમકારો આવશે. આ ઉપરાંત ગુજરાતનું હવામાન તારીખ 20મી ડિસેમ્બર સુધી ફેરફાર થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરના ચક્રવાતની અસર 8મી ડિસેમ્બર સુધી રહેશે. આ ભીષણ ચક્રવાતને લીધે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદ થશે. ત્યાર બાદ તારીખ 9થી 11માં પણ વિવિધ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે. ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે.
🌥️તારીખ 14, ,15, 16 અને 20 તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે. તે પછી માવઠું પણ થઇ શકે છે. હમણા 7 ડિસેમ્બર સુધી દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાયું કે માવઠાની અસર થઇ શકે છે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 20મી સુધી તો હવામાનમાં ભારે પલટા આવશે. આ પલટાને લીધે ફરી માવઠાની શક્યતા રહેશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!