AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલ ની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલ ની આગાહી
⛅હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, જો કે જુલાઈમાં સતત વરસાદ બાદ વરસાદના વિરામની જરુર પણ હતી. અત્યારે ચોમાસાની અનુકૂળ સ્થિતિ છે છતા વરસાદ થતો નથી. હિંદ મહાસાગરમાં વાદળનો જમાવડો છે આમ છતા વરસાદ થતો નથી. અલ-નીનોની અસર પણ જોવા મળતી નથી. તેમજ કહેવાય છે કે વાયરા ફૂકાય ત્યા સુધી સારા વરસાદની શક્યતા ઓછી રહે છે. પરંતુ હવે ફરી વરસાદ ક્યારે આવેશે તેની પણ રાહ જોવાઈ રહી છે. ⛅હવામાન વિભાગનું અનુમાન છે કે જો કે હાલ તો સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ નથી. તેમજ ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,માં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. સારા વરસાદ માટે મજુબત સિસ્ટમ જોઈએ. અને હાલ કોઈ મજબૂત સિસ્ટમ નથી. ⛅હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અત્યારે વરસાદે વિરામ લીધો છે. વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી. હજુ વરસાદ ગયો નથી. વરસાદનુ 15થી 20 આશ્લેષા નક્ષત્રના અંતમા અને મઘા નક્ષત્રની શરુઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ સારો થશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે ખુબ સારું કહેવાય છે. લોકો મઘા નક્ષત્રના પાણીનો સ્ટોર કરીને આખુ વર્ષ ઉપયોગમાં પણ લઈ શકે છે. ⛅15 ઓગસ્ટ બાદ સારો વરસાદ થવાનું અનુમાન છે. કૃષિ પાકને જરૂર હોય તેવા સમયે વરસાદ થાય તો ફાયદો થશે. વધુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનશે, જેના કારણે મધ્યપ્રદેશ સુધી વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ દરમિયાન 15-20 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે 👉સંદર્ભ :-Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
34
4
અન્ય લેખો