AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
⛈️રાજ્યમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો છે ત્યારે સપ્ટેમ્બરમાં મેઘ મહેર થાય તેવી આગાહી થઇ રહી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સારો વરસાદ રહે તેવું અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. ⛈️અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મંગળવારે સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, આ દરમિયાન વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ચોથા દિવસની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. અહીં સામાન્ય વરસાદ વરસશે. ⛈️તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે, વડોદાર, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા સિવાય દક્ષિણ ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જૂનાગગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દિવ, દ્વારાકા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અહીં આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં બે દિવસ દરમિયાન આઇસોલેટ રહેવાની સંભાવના છે, જે બાદ અહીં સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ⛈️હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 9મી સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડી, તાપી, દમણમાં ભારે વરસાદની શક્યતા છે. ⛈️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વરસાદ અટક્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઓગસ્ટ મહિનો બહુ ઓછા વરસાદવાળો રહ્યો હતો. પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓ છે. તારીખ 9 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે. ⛈️અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખી 9 થી 12માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલના ભાગો અને કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 12 સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
32
6