AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી!
❄️2023નું વર્ષ પૂર્ણ થયું અને આખા વર્ષ દરમિયાન વાતાવરણમાં વારંવાર ફેરફાર જોવા મળ્યા છે. એક પછી એક સિસ્ટમ બનતી રહી અને ગુજરાતના વાતાવરણને પ્રભાવિત કરતી રહી. અરબી સમુદ્ર અને બંગાળનીમાં જ્યારે-જ્યારે સિસ્ટમ બને તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. ફરી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઇ છે ત્યારે અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ સિસ્ટમના કારણે ભેજ આવશે અને ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. ❄️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, અરબ સાગરમાં એક હલચલ થઇ છે. જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને 3થી 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ❄️આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિંદ મહાસાગર પર એક મજબુત સિસ્ટમ બની રહી છે. તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે. ❄️પરંતુ હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 6થી 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બે સિસ્ટમ મર્જ થતા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થઇ શકવાની શક્યતા છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
0